Breaking News

🦁હિરાભા કરમટા અને બળવંતસિંહ ચૌહાણ🦁 (સરહદ ના બહારવટિયા)

 🦁હિરાભા કરમટા અને બળવંતસિંહ ચૌહાણ🦁

(સરહદ ના બહારવટિયા)


➡️રાજસ્થાન નો બાડમેર જીલ્લો સિંધ બોર્ડર પાકિસ્તાન ઉપર સ્થિત છે અહીંના લોકો મોટે ભાગે ભાટી,રાયકા,સોઢા અને મુસ્લિમ સિવાય ઘણી જાતિનો વસવાટ છે,આઝાદી પછી ભારત-પાકિસ્તાન ની સરહદ ખુલ્લી હોવાથી.પાકિસ્તાનના સિંધી મુસ્લિમો સરહદી વિસ્તારોમાં આતંક મચાવ્યો હતો, તે સમયે સરહદ ખુલ્લી હોવાના કારણે સિંધી મુસ્લિમો ભારતીય સરહદ પર આવીને અહીં લૂંટ ચલાવવા લાગ્યા,ત્યારે બાખાસર ગામના જાગીરદાર  બળવંતસિંહ ચૌહાણ સરકારી તિજોરી અને લૂંટારૂઓને લૂંટી લેતા અને ગરીબોમાં તમામ પૈસા વહેંચી દેતા. સરકારી વિભાગ તેમના નામથી ડરતો હતો.


➡️હીરાભા રબારી અને બળવંતસિંહ બાખાસર ની મિત્રતા...


પશ્રિમ રાજસ્થાન મા બળવંતસિંહ ની ગરીબો ના મસીહા બની ગયા જ્યારે સરકાર ની આંખ મા કાંકરા ની જેમ ખુચવા લાગ્યા...આ કપરા ટાણે બળવંતસિંહ તેમના મુઠીભર સાથીઓ સાથે ધોરા (રેતીના ઢગલા) અને વગડા મા રહેવા લાગ્યા.વગડા મા બળવંતસિંહ અને તેમના સાથીઓ ને ખાવા પીવા ની વ્યવસ્થા માટે જવામર્દ બાહોશ રણબંકો રાયકો હીરાભા નામનો બળવંતસિંહ કરતા પણ ઉંમર મા મોટો એક રબારી આગળ આવ્યો આ ઉપરાંત હીરાભા કરમટા સરકાર ની બળવંતસિંહ વિરુદ્ધ ની વ્યૂહરચના જાણી ને પણ તેમને સાબદા કરતા આજ કારણોસર બંને વીરલા વચ્ચે સંબંધો ની ગહેરાઈ વધી..કારણકે ત્યાના રબારી પણ વગડા મા રહેતા અને રબારી અને રાજપુત ના ભુજાભાઈ ના સંબંધ થી મીત્રતા બંધાઈ...


➡️કોણ હતા હીરાભા રબારી ..?


હીરાભા  રાજસ્થાન ના બાડમેર જિલ્લા ના ચૌટણ તાલુકા ના ગંગાસરા ગામના કરમટા શાખ ના રબારી હતા...

દાતારી,શુરવીરતા,ખડતલ અને મજબૂત બાંધાનો આ રાયકા મા વીરત્વ ઝરતુ હતુ....

પોતાની પાસે મોટા પાયે ખાડુ હતુ અને મોટા માલધારી હતા..

છેક સિંધમા ખાડુ ચરાવા જાતા અને ખુલ્લી સરહદ નો લાભ લઈ લુંટ ચલાવા આવતા સિંધીઓ ને પોતાના સાથીઓ દ્વારા માત આપતા..

હીરાભા કરમટા ને બળવંતસિંહ સાથે મિત્રતા બંધાઈ અને બળવંતસિંહ ના આગ્રહ થી તેઓ ટોળકી મા સામેલ થઈ ગયા..હીરાભા કરમટા ઈ.સ.૧૯૫૮ મા બળવંતસિંહ ની ફોજ મા ત્રણ ગામના અનેક કરમટા રબારીઓ સાથે જોડાયા અને  બળવંતસિંહ ની બહારવટિયા ની ફોજ મા રાજપુતો સાથે રાયકાઓ પણ જોડાતા ટુકડી વધુ મજબૂત બની અને સરહદ ના ભોમીયા રાયકા યોદ્ધા ઓ ના સહકાર થી દબદબો પણ વધ્યો.

હીરાભા ની હાકલ થી બાખાસર, હેમાવાસ અને ગંગાસરા ત્રણ ગામના કરમટા રબારી ઓ સાથે ઉભા રહેતા અને હીરાભા માટે મરીમટવા તૈયાર થતા આ ત્રણ ગામના કરમટા ઓ ને હીરાભા એ બળવંતસિંહ ની ફોજ મા ભરતી કરી મજબુત ફોજ બનાવી અને લુટેરા સિંધી મુસલમાન સામે બહારવટે ચડવા હાકલ કરી...

હીરાભા કરમટા કુશળ ઊંટચાલક હતા જેમણે ફોજ મા ઊંટ પણ વાહક તરીકે સામેલ કર્યા અને ફોજ ના બહારવટિયાઓ ને ઊંટની કુશળ તાલીમ આપી...

પોતાની કુશળતા ને લીધે બળવંતસિંહ ના સૌથી અગ્રિમ સાથી બન્યા...

વળી હીરાભા કરમટા માલધારી હોવાથી છેક સિંધ ના રસ્તા કૈઙા થી વાકેફ હતા જેથી બળવંતસિંહ ની ફોજ ને સિંધીઓ થી લડવા સહેલાઈ રહેતી હતી..


➡️હીરાભા રબારી અને બળવંતસિંહ બાખાસર ના પરાક્રમ..


બખાસર જાગીરદાર બળવંતસિંહ અને માલધારી રાયકો હીરાભા સિંધી લુટેરા અને ધાડપાડુઓ સામે લડતા...આ ઉપરાંત સરકારની તિજોરી લુંટી ગરીબો મા ધન વહેંચતા...આવા કિસ્સામાં થી અમુક નીચે મુજબ છે..


બળવંતસિંહ ચૌહાણ અને હીરાભા કરમટા ની ધાક ત્યારે સીમાપાર કરી ગઈ જ્યારે સિંધી મુસલમાન ૧૦૦ થી વધુ ગાયો ને લુંટી પાકિસ્તાન લઇ ગયા ત્યારે આ વીરલા છેક પાકિસ્તાન ના સિંધ ના મીઠી નગર મા જઈને આઠ મુસલમાન ને હણી ગાયો છોડાવી ભારત લાવ્યા.


આ ઉપરાંત સિંધ નો કુખ્યાત લુટેરો મોહમ્મદ હયાતખાન જે બાડમેર મા ધાડ પાડવા ટાણે જ હણી નાખ્યો હતો..આમા બળવંતસિંહ ચૌહાણ સાથે હીરાભા રબારી અને તેમના કરમટા સાથીઓનુ અમુલ્ય યોગદાન હતુ


રબારીઓ(હીરાભા કરમટા ના સાથીઓ) તેમને ખાવા પીવા ની વ્યવસ્થા ની સાથે બધી જગ્યાએ ઢોર લઈને ફરવાના બહાને સરકારી વિભાગો ની બળવંતસિંહ વિરુદ્ધ ની પ્રવૃત્તિ ઓ ની ખબર પાડતા અને બળવંતસિંહ ને કહી દેતા,અને આ જ કારણે રબારીઓ તેમના ખાસ બની ગયા હતા અને આ કામ  ,  આજ હીરાના કરમટા રબારીઓ ની કામગીરી અને નીડરતા ને કારણે તેને ટોળકી મા અગ્ર સ્થાન આપવા મા આવ્યુ હતુ , અને આ સિવાય ઉંટ સવારી મા પારંગત હોવાથી તેમની ટોળકી મા રબારી ઓ નુ  પ્રમાણ ઘણુ હતુ , આ સિવાય સિંધી ધાડપાડુઓ ના પતન મા હીરા રાઈકા નુ ઘણુ યોગદાન હતુ ..


પાકિસ્તાન ના થાર ના નગરપારકર નજીક કાસબો,પછી પાકિસ્તાન સેનાનુ મુખ્યાલય છાછરો,મીઠી, દિપરો, અને ખીપરો આ વિસ્તાર સિંધી મુસ્લિમ લુટેરાઓ ની ખાણ બની ગઈ હતી આ લુટેરા ઓ છેક બનાસકાંઠા,કચ્છ,બાડમેર,જૈસલમેર અને સાંચોર સુધી ઘૂસણખોરી કરી લુંટ ચલાવતા આ લુટેરા ઓ ના પતન મા રાજસ્થાન મા બળવંતસિંહ પછી અગત્યનુ નામ છે તો તે હીરાભા કરમટા.


આ ઉપરાંત સાંચોર અને પશ્ચિમ રાજસ્થાન ની સરહદી વિસ્તારમા લાગતા મેળાઓ ને પહેરો આપવાનુ કાર્ય પણ હીરાભા રબારી અને બળવંતસિંહ બાખાસર ઊંટ ઉપર બેસીને કરતા હતા.


➡️હીરાભા રબારી અને બળવંતસિંહ બાખાસર દ્વારા ભારતીય સેના ને ઈ.સ.૧૯૭૧ ના યુદ્ધ મા મદદ..


જે રીતે ગુજરાતમાં રણછોડ આપા રબારી એ ભારતીય સેના ને મદદ કરી છેક પાકિસ્તાન ના નગરપારકર સુધી ભારતીય સૈન્ય ને દોરી ગયા હતા એજ રીતે રાજસ્થાન મા બળવંતસિંહ બાખાસર અને હીરાભા રબારી ભારતીય સૈન્ય ને પોતાના રાજપુત અને રાયકા યોદ્ધાઓ સહિત રાજસ્થાન-સિંધ સરહદ  પાર કરી પાકિસ્તાન ના ૧૦૦ થી વધુ ગામ જીતી ત્રિરંગો લહેરાવ્યો હતો.


“1971 માં ભારત-પાક સંબંધો ખૂબ જ તાણમાં હતા, 1971 ના ભારત-પાક યુદ્ધમાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી, આપણા મોટાભાગના ભારતીય સૈનિકો બાહ્ય અને રણના જોખમોથી અજાણ હતા બલવંતસિંહ અને હીરાભા પાકિસ્તાની સરહદથી બરાબર જાગૃત હતા અને ખૂબ જ લોકપ્રિય હતા, તેથી  તે સમયે, જયપુરના પૂર્વ મહારાજા, લેફ્ટનન્ટ ભવાનીસિંહજી એ ખૂબ સમજદારીથી કામ કર્યું હતું અને જાણતા હતા કે બલવંતસિંહ અને તેમની ટુકડી ની મદદ વિના પાકિસ્તાનથી જીત મેળવવી ખૂબ જ મુશ્કેલ હશે, પરંતુ સરકાર કોઈ લૂંટારાઓ ની ટુકડી ની મદદ મેળવવા તરફેણમાં નથી.  મહારાજા ભવાની સિંહજી એ આખરે સરકારને ખાતરી આપી અને દેશ હિતમાં લેફ્ટનન્ટ મહારાજા ભવાનીસિંઘ એ 4 જોંગા જીપ સુધી સૈન્યની બટાલિયન સોંપી આ બટાલિયનનું નેતૃત્વ તેજ બળવંતસિંહ બાખસર અને હીરાભા રાયકા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમના ધૈર્ય અને સમજણ સાથે ભારતીય સૈનિકો પણ સાથે હતા. યુદ્ધ દરમિયાન બળવંતસિંહ બઘાસર અને હીરાભા રાયકા ના નેત્રુત્વ મા ભારતીય સેના સહિત રાયકા અને રાજપુત વીરલાઓ એ પાકિસ્તાનના સિંધ પ્રાંતના છછરો શહેરને કબજે કરવામાં સફળતા મેળવી અને પાકિસ્તાનના અંદાજે 100 ગામો  કબજે કર્યા હતા, આ સ્થળો એ પાકિસ્તાની સૈનિકો પોતાનો ક્વાર્ટર્સ છોડી ગયા હતા અને તમામ પાકિસ્તાની પોલીસ મથકો ભારતીય સૈન્યના કબજા હેઠળ આવી ગયા હતા.  ભારતીય સૈનિકો આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે હીરાભા રાયકા અને બલવંતસિંહ બઘાસર  ને જોવા માટે પાકિસ્તાન ના ગ્રામીણ લોકો પાસે ઘણા ગાઉ ચાલી ને આવ્યા હતા.

બલવંતસિંહ બખાસર અને હીરાભા કરમટા ની દેશભક્તિ અને બહાદુરીથી પ્રસન્ન થઈને ભારત સરકારે તેમના પર લગાવેલા તમામ ડકેતી ના કેસ પાછા ખેંચી લીધા.  


આજે બલવંતસિંહ ના વંશજો બખાસર ગામ માથી સ્થાલાતરણ કરી ગુજરાત મા વસે છે.જ્યારે હીરાભા કરમટા રબારી ના વંશજો પણ કોઈકારણસર ગંગાસરા ગામ માથી હિજરત કરી ગયા છે તે હાલ કયા છે એની મને જાણ મળી નથી...પણ બાખાસર, હેમાવાસ અને ગંગાસરા ગામ ના વડવાઓ અને ગામલોકો આજે પણ આ રબારી અને રાજપુત વીરલા ની અમરગાથા ની સાક્ષી આપે છે..

આ બંને મિત્રો જે ડાકુ હોવા છતા વખત આવે દેશ માટે બલીદાન અને યોગદાન આપ્યા એમને સરકારે પુરતુ સ્નમાન નથી આપ્યું પણ રાજપુત સમાજ ઈતિહાસ પ્રત્યે જાગૃત હોવાથી બલવંતસિંહ ના ઈતિહાસ વિશે સારો પ્રકાશ પાડ્યો છે પણ આપણા હીરાભા કરમટા ની વીરગાથા વીસરાઈ ના જાય એ માટે આ ગામ ની રૂબરૂ મુલાકાત લઇને સ્થાનિક અને ખાસ એમના વંશજો ની ભાળ મેળવી ઈતિહાસકારો એ આ શૂરવીર ની વીરગાથા ને ઉજાગર કરવાની જરૂર છે....


આ માહિતી મા સહયોગ બદલ રાજસ્થાન ના સાંચોર ના આલ શાખ ના રબારી જીતેન્દ્ર દેસાઈ (સિદ્ધાર્થ) અને તેમના પિતાજી બલકાભા અને દાદાજી હાજાભા નો ખુબ ખુબ આભાર જેમને વીસરાતા હીરાભા કરમટા ના ઈતિહાસ પર ઊંડી માહિતી આપી...

No comments