Hellaro Movie General knowledge in Gujarati
*હેલ્લારો..*
કચ્છ ની ભાતીગળ સંસ્કૃતિ અને એમાંય કુદરત ના કાળ-જાળ ના પંજા ની થપાટ માં આવી ચુકેલ એ ખારોપાટ પ્રદેશ,
આ કચ્છડા ની સંસ્કૃતિ માં પાગરેલી એક વેલ ના તંતુ સમાન માયાળુ અને મોજીલી માનવ સંસ્કૃતિ.
આ ભાતીગળ સંસ્કૃતિ.ની આબેહૂબ પટ-ચિત્ર દર્શાવતી ફિલ્મ એટલે નેશનલ ફીચર ફિલ્મ એવોર્ડ થી સન્માનિત ફિલ્મ *હેલ્લારો*
એક રૂઢિ-પરંપરા અને એક ચુસ્ત બંધન ના રિવાજો માં જીવન વ્યતીત કરવું કેટલું અઘરું હોય છે,અને એમાંય "દેખ બિચારી બકરી કા દેખત પકડે કોઈ કાન"એમ સ્ત્રીજીવન સાથે બસ આ કહેવત જોડી ને એમેનેજ સમાજ થી અળગી રાખી, ને જુદા-જુદા નિયમો લાદવાએ,તે સમય ની વાત પ્રતીત કરી બતાવે છે.
સ્ત્રી જીવન મળ્યું હોય તો દબાય-કચડાય ને રહેવું અને જો હુકમી નો ભોગ બનવું એવુ જાણે કેમ એમના ભાગ્ય માં લખાવીને આવ્યા હોય એ બાબત ની સ્પષ્ટતા અહીં થાય છે,
તેના વચ્ચે ના ભાગ માં મૂળજી નામના હરિજન ની મનોવ્યથા તે સમય ના પછાત વર્ગ ની વ્યથા ને વાચા આપે છે,મૂળજી ના ગરીબીપણા અને અછૂત હોવાના નાતે હોળી ના પ્રગાંણ માં પોતાના પરિવાર ને નચવાથી સમગ્ર ગામ ના જડબુદ્ધિજીવી લોકો તેના પરિવાર ને આગ ની ભડ-ભડ તી જ્વાળાઓ માં વિલય કરી દે છે,,,ત્યારે બચે છે એક મૂળજી,તેમજ તેની વ્યથાઓ.
ગામ ની સ્ત્રીઓ માં જ્યારે પાણી ના માર્ગે ભેટો થતા ફરી ગામ માં આવે છે,અને સ્ત્રીઓ એક જૂથ થઈ ગરબે ઘૂમે છે,ગામ ના લોકો ને ખબર પડે છે અને મૂળજી ને સજા ના ભાગરૂપે *મોત* અને છેલ્લી ઈચ્છા માં મન માંગી ને ઢોલ વગાડવા ની ઈચ્છા સાથે બધી સ્ત્રીઓ નાચી ઉઠે છે,અને જોગાનુજોગ વરસાદ નું આગમન થાય છે,અને સમગ્ર લોકો માં એક અનેરો આનંદ છવાય છે,.
આમ એક કુરિવાજ ને તિલાંજલિ મળે છે કે સ્ત્રીઓ ના ગરબે ઘુમવાથી વરસાદ ન પડે,એવી રૂઢિચુસ્ત માન્યતા પર વરસાદી પાણી ફરી નવું લોકજીવન મહેકતું થાય છે.
આવું જ કઈ આજે પણ છે,કોઈ કાર્ય સિદ્ધ ન થાય પછી તેના ચીલા-ચાલુ સિદ્ધાંતો સારું થાય અને એમના એ માર્ગે લોકો દોરાય ને બદલાવ ના જમાના માં એક જ વાત પકડી પોતાની મક્કમતા જોવા આજે પણ નજરે પડે છે.
પણ આ ગુજરાતી ભાષા ને ગૌરવ અપાવે એવી આ *હેલ્લારો* અચૂક જોવા અને માણવા જેવી ખરી હો...
By.-કિરણભાઈ ચૌધરી.નાગલા.

No comments